Home News ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7350 નવા કેસ નોંધાયા, 202 લોકોએ ગુમાવ્યો જીવ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7350 નવા કેસ નોંધાયા, 202 લોકોએ ગુમાવ્યો જીવ

Face of Nation 13-12-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 16માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7350 નવા કેસ નોંધાયા છે અને 202 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7973 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 561 દિવસના નીચલા સ્તર 91,456 પર પહોંચી છે.

રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3856 કેસ નોંધાયા છે અને 143 સંક્રમિતોના મોત થયા છે.
12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 8464 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 8,55,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 97 હજાર 860
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 30 હજાર 768
એક્ટિવ કેસઃ 91 હજાર 456
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 75 હજાર 636 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)