Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસ ઘટીને આવ્યા આટલા લાખની અંદર

દેશમાં છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસ ઘટીને આવ્યા આટલા લાખની અંદર

Face of Nation 01-12-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 54માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 157માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8954 નવા કેસ નોંધાયા છે અને 267 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10,207 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 99023 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5370 કેસ નોંધાયા છે અને 177 સંક્રમિતોના મોત થયા છે.

મંગળવારે માત્ર 6990 કેસ નોંધાયા હતા અને 190 લોકોના મોત થયા હતા. સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,08,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 96 હજાર 476
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 28 હજાર 506
એક્ટિવ કેસઃ 99 હજાર 23
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 67 હજાર 247 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)