Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઘટાડો, જાણો એક ક્લિક પર

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઘટાડો, જાણો એક ક્લિક પર

Face of Nation 30-11-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 53માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 156માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6990 નવા કેસ નોંધાયા છે અને 190 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10,116 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,00,543 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.

દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3382 કેસ નોંધાયા છે અને 59 સંક્રમિતોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં 123,25,02,767 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 78,80,545 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,12,523 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 7,62,268 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 87 હજાર 522
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 18 હજાર 299
એક્ટિવ કેસઃ 1 લાખ 543
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 980 (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)