Face of Nation 31-12-2021: દેશમાં કોરોનાના કેસ બુલેટ ગતિથી વધી રહ્યા છે. વધતા કેસોના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતાતૂર બની છે. કેન્દ્રએ એવા આઠ રાજ્યો કે જ્યાં કેસ સૌથી વધુ આવી રહ્યા છે તેમને તાબડતોબ આ અંગે જરૂરી પગલાં લેવા પણ કહ્યું છે. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 હજારથી વધુ કેસ નોંધાયા છે.
આજે સવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,764 કેસ નોંધાયા છે. જ્યારે 7,585 લોકો રિકવર પણ થયા છે. કોરોનાથી એક જ દિવસમાં 220 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 91,361 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ 98.36% થયો છે.
COVID19 | India reports 16,764 new cases, 7,585 recoveries and 220 deaths in the last 24 hours.
Active caseload currently stands at 91,361. Recovery Rate currently at 98.36%
Omicron case tally stands at 1,270. pic.twitter.com/zbKKRiP4kW
— ANI (@ANI) December 31, 2021
દેશમાં કોરોનાા નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ 1270 પર પહોંચ્યા છે. ઓમિક્રોન હવે દેશના 23 રાજ્યો સુધી પહોંચી ગયો છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 450 નોંધાયા છે. ત્યારબાદ દિલ્હીમાં 320, કેરળમાં 109, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, તેલંગણામાં 62, તમિલનાડુમાં 46, કર્ણાટકમાં 34, આંધ્ર પ્રદેશમાં 16, હરિયાણાાં 14, ઓડિશામાં 14, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીરમાં 3-3, આંદમાન નિકોબાર ટાપુઓ, ઉત્તર પ્રદેશમાં 2-2, જ્યારે ગોવા હિમાચલ પ્રદેશ લદાખ મણિપુર અને પંજાબમાં એક-એક કેસ નોંધાયા છે. 1270 દર્દીઓમાંથી 374 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).