Home Uncategorized ગુજરાતમાં કોરોના કેસનો આંકડો જાણી ચોંકી જશો, અમદાવાદમાં તો 644 કેસ

ગુજરાતમાં કોરોના કેસનો આંકડો જાણી ચોંકી જશો, અમદાવાદમાં તો 644 કેસ

Face of Nation 03-01-2022: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત મોટો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 1259 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 151 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત 8,19,047 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 7,46,485 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. રાજ્યમાં આજથી 15-18 વર્ષના વ્યક્તિઓનું પણ રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. જેના પગલે 4,94,317 રસીના ડોઝ તરૂણોને આપવામાં આવ્યા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 5858 એક્ટિવ કેસ છે. જે પૈકી 16 નાગરિકો વેન્ટિલેટર પર છે. 5842 નાગરિકો સ્ટેબલ છે. 8,19,047 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10123 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 3 નાગરિકોનાં મોત થયા છે. જે પૈકી જામનગરમાં કોર્પોરેશનમા 2 તથા નવસારીમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું.

હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 28 ને રસીનો પ્રથમ, 334 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6641 નાગરિકોને રસીનો પ્રથમ 28719 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 138174 નાગરિકોને રસીનો પ્રથમ અને 78272 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના 474317 તરૂણોને રસીના ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં 7,46,485 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,04,35,373 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

આજે નોંધાયેલા 1259 કેસ પૈકી 631 અમદાવાદ, 216 સુરત કોર્પોરેશન, 67 વડોદરા કોર્પોરેશન, 40 વલસાડ, 37 રાજકોટ કોર્પોરેશન, 29 આણંદ, 24 ખેડા, 24 રાજકોટ, 18 ગાંધીનગર કોર્પોરેશન, 17 ભાવનગર કોર્પોરેશન, 16 ભરૂચ, 16 નવસારી, 13 અમદાવાદ, 12 મહેસાણા, મોરબી અને સુરત, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી સુરેન્દ્રનગર અને તાપીમાં 3-3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, જુનાગઢ અને પોરબંદમરાં 1-1 કેસ નોંધાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).