Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં 6822 નવા કેસ નોંધાયા, જાણો એક ક્લિક પર

દેશમાં છેલ્લા 24 કલાકમાં 6822 નવા કેસ નોંધાયા, જાણો એક ક્લિક પર

Face of Nation 07-12-2021:  દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 10માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6822 નવા કેસ નોંધાયા છે અને 220 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.10,004 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 554 દિવસના નીચલા સ્તર 95014 પર પહોંચી છે.

રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5833 કેસ નોંધાયા છે અને 168 સંક્રમિતોના મોત થયા છે. ન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,79,834 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 57 હજાર 514
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 79 હજાર 615
એક્ટિવ કેસઃ 95 હજાર 14
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 73 હજાર 757

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)