Face Of Nation, 09-09-2021: ગુજરાતમાં કોરોનાના નવા કેસ 10 ના આંકડા સુધી જઇને ફરી એકવાર કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે 8,15,331 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેથી કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 પર પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. આજે 5,80,070 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 144 નાગરિકો સ્ટેબલ છે. 8,15,331 નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવી ચુક્યા છે. તો 10082 નાગરિકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3 કેસ, સુરત, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખેડા 2, કચ્છ 2, રાજકોટ 2, નવસારી 1, સાબરકાંઠા 1, વડોદરા 1, અને વલસાડ 1 નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20 કર્મચારીને રસીનો પ્રથમ અને 7001 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી ઉંમરના 82,650 નાગરિકોને રસીનો પ્રથમ અને 81989 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 239757 નાગરિકોને રસીનો પ્રથમ અને 168653 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,80,070 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 5,13,75,419 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)