Face Of Nation, 03-09-2021: ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 સુધી પહોંચ્યા બાદ ફરી એકવાર તેમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં જો કે કોરોનાનો રિકવરી રેટ ઝડપથી સુધી રહ્યો છે. રાજ્યમાં કોવિડ 19 ના 16 કેસ આજે નોંધાયો છે. આ ઉપરાંત 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,230 નાગરીકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાના દરમાં 98.76 ટકાએ પહોંચ્યો છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 149 કુલ એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 144 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાને કારણે ભાવનગરમાં 1 નાગરિકનું મોત થયું છે. સૌથી મહત્વનું છે કે, રાજ્યનો રિકવરી રેટમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.
રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24 વર્કરને રસીને પ્રથમ ડોઝ તો 4853 વર્કર્સને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 89631ને રસીનો પ્રથમ ડોઝ અને 60219 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 262781 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 108310 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે 5,28,818 કુલ રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. અત્યારસુધીમાં રસીના કુલ 4,82,68,514 લોકોને રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)