Home News ગૌરવ દહિયા કેસમાં ગુજરાત પોલીસ તપાસથી બહાર,આગળની તપાસ દિલ્હી પોલીસ કરશે:ગુજ.હાઈકોર્ટ

ગૌરવ દહિયા કેસમાં ગુજરાત પોલીસ તપાસથી બહાર,આગળની તપાસ દિલ્હી પોલીસ કરશે:ગુજ.હાઈકોર્ટ

Face Of Nation:પરણિત હોવા છતાં દિલ્હીની યુવતી સાથે સંબંધો બાંધનાર કથીત ચરિત્રહીન IAS ઓફિસર ગૌરવ દહિયાએ મહિલા દ્વારા દિલ્હીમાં ફરિયાદ દાખલ થયેલી છે. જેની તપાસ ગાંધીનગર પોલીસ દ્વારા કરાતા તેને રદ કરવા હાઈકોર્ટમાં દાખલ રિટ કરવામાં આવી હતી. આ મુદે જસ્ટીસ એસ.એચ. વોરાએ લિનુસિંહ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ કે જે તબ્દીલ થઈને ગાંધીનગર પોલીસને મોકલવામાં આવી છે. તેમાં દહિયાને તપાસ માટે બોલાવી શકશે નહિ પરતું દહિંયા દ્વારા ગાંધીનગર પોલીસ સમક્ષ દાખલ કરાયેલી ફરિયાદમાં હાજર થવા ફરમાન કર્યુ છે.

જસ્ટીસ એસ.એચ. વોરાની કોર્ટમાં લિનુંસિંહના વકીલ મિતેષ ખમબોલિયાએ રજુઆત કરી હતી કે દિલ્હીમાં જે ગુનો બન્યો તેના મેસેજ દહિયા દ્વારા ગાંધીનગરથી મોકલવામાં આવ્યા છે. જેથી તેની તપાસ ગાંધીનગર પોલીસ દ્વારા કરવમાં આવી જોઈએ.જોકે કોર્ટે મહત્વનું અવલકોન કરતા કહ્યું કે બે સ્થળે એક સાથે તપાસ થઇ શકે નહિ. જેના જવાબમાં લિનુંસિંહના વકીલે દિલ્હીમાંથી ફરિયાદ રદ કરવાની તૈયારી બતાવી હતી. જોકે કોર્ટે મહિલા દ્વારા મૂળ ફરિયાદ દિલ્હીમાં કરાઈ હોવાથી આ કેસની આગળની તપાસ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવશે તેવો આદેશ કર્યો હતો.