Home World ભારતે UNSCમાં ચીન પર સાધ્યું નિશાન, ભારતની મદદ કોઈને ‘દેવાદાર’ન બનાવે

ભારતે UNSCમાં ચીન પર સાધ્યું નિશાન, ભારતની મદદ કોઈને ‘દેવાદાર’ન બનાવે

Face Of Nation, 10-11-2021: ભારતે ચીન પર નિશાન સાધતા મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં કહ્યું કે અમે હંમેશા રાષ્ટ્રીય પ્રાથમિક્તાનું સન્માન કરત પોતાનો વિકાસ, ભાગીગારીના પ્રયાસોની સાથે વૈશ્વિક એકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. તથા એ સુનિશ્ચિત કર્યુ છે કે ભારતની મદદ કોઈને ‘દેવાદાર’ન બનાવે. વર્તમાન અધ્યક્ષ મેક્સિકોની આગેવાનીમાં સુરક્ષા પરિષદમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષાનું પાલન: બહિષ્કરણ, અસમાનતા અને સંઘર્ષ’ વિષય પર આયોજિત ઓપન ચર્ચા દરમિયાન વિદેશ રાજ્ય મંત્રી ડો. રાજકુમાર રંજન સિંહે કહ્યું કે ચાહે તે પડોશી પ્રથમ નીતિ હેઠળ ભારતના પડોસીઓની સાથે હોય તે આફ્રીકન ભાગીદારી કે અન્ય વિકાસશીલ દેશોની સાથે ભારત તેને સારુ અને સશક્ત બનાવવામાં મદદ કરવા માટે મજબૂત સમર્થનનો સ્ત્રોત બનેલો છે અને બનેલો રહેશે.

સિંહે કહ્યું ભારતે હંમેશા રાષ્ટ્રીય પ્રાથમિક્તાઓનું સન્માન કરતા વિકાસ ભાગીદારીના પ્રયાસોની સાથે વૈશ્વિક એકજૂથતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. આ સુનિશ્ચિત કર્યુ છે કે અમારી મદદ, હંમેશા માંગ સંચાલિત બની રહેશે. રોજગાર સર્જન તથા ક્ષમતા નિર્માણમાં યોગદાન કરો અને કોઈને દેવાદાર બનાવવા જેવી સ્થિતિ પૈદા નહીં કરે.

તેમણે કહ્યું કે શાંતિ અને સુરક્ષા બનાવી રાખવા આંતરરાષ્ટ્રીય પ્રયાસ સમાવેશી હોવો જોઈએ. શાંતિ સમજૂતિને સ્થાપિત કરવાની પ્રક્રિયા માનવીય અને ઈમરજન્સી સહાયતાની જોગવાઈ, આર્થિક ગતિવિધિઓને ફરી શરુ કરવા અને એવી રાજનીતિક અને પ્રશાસનિક સંસ્થાઓના નિર્માણની સાથે ચાલવી જોઈએ. જે શાસનમાં સુધારો લાવે અને જેમાં તમામ હિતધારક શામેલ થાય. આ દરમિયાન તેમણે ખાસ કરીને મહિલાઓ અને લાભથી વંચિત વર્ગોનો ઉલ્લેખ કર્યો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)