Home Uncategorized આખરે હાઇકોર્ટે નોંધી સુઓમોટો રિટ, આજે સુનાવણી : ગુજરાત ગંભીર મેડિકલ કટોકટીના...

આખરે હાઇકોર્ટે નોંધી સુઓમોટો રિટ, આજે સુનાવણી : ગુજરાત ગંભીર મેડિકલ કટોકટીના આરે

ફેસ ઓફ નેશન, 12-04-2021 : ગુજરાતમાં કોરોના ગંભીર રીતે બેકાબુ થઇ રહ્યો છે. સરકારની કામગીરીથી હવે લોકો અકળાઈ ઉઠ્યા છે. તાજેતરમાં તારીખ 9/04/2021ના રોજ ફેસ ઓફ નેશનના પત્રકાર ધવલ પટેલે વધતા જતા કોરોનાના કેસોને લઈને પ્રજાને બચાવવા અને સરકારી તંત્રનો કાન પકડવા માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને જાહેર પત્ર લખ્યો હતો.
તારીખ 11/04/2021ના રોજ હાઇકોર્ટ ચીફ જસ્ટિસે સુઓમોટો રીટ નોંધીને સરકારને નોટિસ પાઠવી છે. જેની સુનાવણી 12/04/2021ના રોજ રાખવામાં આવી છે. મીડિયાના અહેવાલો ધ્યાને લઈને અને કોવિડ-19ના સંચાલનમાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે, ગુજરાત રાજ્ય મેડિકલ કટોકટીના આરે ઊભું છે. એટલું જ નહીં, આ અંગે સુઓમોટો નોંધ લેતા હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શિર્ષક હેઠળ નવેસરથી સુઓમોટો રીટ નોંધી છે. આ PIL સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ તથા કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવીને તેમને પ્રતિવાદી બનાવ્યા છે. સોમવારે આ મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)