Home Uncategorized સુરત અગ્નિકાંડ:હાઈકોર્ટ અકળાઈ,રાજ્ય સરકાર અને પોલીસને ફટકારી નોટિસ

સુરત અગ્નિકાંડ:હાઈકોર્ટ અકળાઈ,રાજ્ય સરકાર અને પોલીસને ફટકારી નોટિસ

  • ગુજરાત હાઈકોર્ટમાં CID તપાસ માટેની માંગ કરતી અરજી કરાઈ
  • સમગ્ર કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ 26 જૂન સૂધીમાં રજૂ કરવા આદેશ

Face Of Nation: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી આગ મામલે ગુજરાત હાઈકોર્ટમાં CID તપાસ માટેની માંગ કરતી અરજી કરવામાં આવી છે. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને નોટિસ પાઠવી છે. સમગ્ર કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ 26 જૂન સૂધીમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં માર્યા ગયેલા બાળકોના વાલીઓએ હાઈકોર્ટમાં તપાસની માંગ કરી છે.