ફેસ ઓફ નેશન, 07-04-2020 : કોરોનાનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે હોસ્પિટલ, પોલીસ, ફાયરબ્રિગેડ અને સફાઈ કર્મચારીઓને કોરોનાનો ડર સતાવી રહ્યો છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વોર્ડ બોયને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા તમામ લોકોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વોર્ડ બોય મૂળ રાજસ્થાનનો છે અને તે મેડિકલ ક્વાટર્સમાં રહે છે. તેની સાથે કામ કરતા આશરે 23 જેટલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.