Home Gujarat 2 દિવસ ‘રેડ એલર્ટ’, અમદાવાદમાં આજે ગરમીનો પારો પહોંચ્યો ’46 ડિગ્રીએ’, સૌરાષ્ટ્ર...

2 દિવસ ‘રેડ એલર્ટ’, અમદાવાદમાં આજે ગરમીનો પારો પહોંચ્યો ’46 ડિગ્રીએ’, સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હિટવેવની આગાહી!

Face Of Nation 12-05-2022 : અમદાવાદમાં હજુ પણ આગામી બે દિવસ ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ હજુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર રહેવાની સંભાવના છે. 13મી અને 14મી મે સુધી શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને AMCએ પણ શહેરીજનોને સાવચેત કર્યા છે.
અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો 46 ડિગ્રીએ
ગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે. ગઈકાલે જ અમદાવાદમાં તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું હતું. ખાનગી વેધર વેબસાઈટ મુજબ, અમદાવાદમાં આજે પણ ગરમીનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો છે. ત્યારે આવતીકાલથી બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રીથી વધુ જ રહેવાનો અંદાજ છે. આ ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ લોકો વિચારતા થઈ ગયા છે. હજી પણ ત્રણ દિવસ બાદ આવી ગરમીથી આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે. તો બીજીતરફ હવામાન વિભાગે અમદાવાદની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી તથા કચ્છમાં હિટવેવ રહેશે.
બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે
ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થતાં ગરમીનો પારો અચાનક વધ્યો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).