Face Of Nation, 29-08-2021: ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કલેક્ટર કચેરીએ બેઠક કરી. આ બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા. બેઠકમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓના અમલ અંગે ચર્ચા કરવામાં આવી છે.
ત્યારે અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ આ બેઠક અંગે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લામાં 100 ટકા રસીકરણ થાય તે અંગે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઓર્ગેનિક ખેતી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. આયુષમાન કાર્ડનું કામ ડિસેમ્બર સુધી 100 ટકા પૂર્ણ કરવાનું સૂચન કરવામાં આવ્યુ છે.
આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તેમને અમદાવાદ એરપોર્ટ પર આવકાર્યા હતા. સાંજે અમિત શાહે કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી. જેમાં ગાંધીનગર લોકસભામાં વિકાસનાં કામો અંગે સમીક્ષા કરી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)