Face Of Nation 28-02-2022 : હોંગકોંગમાંથી કોરોનાની નવી અને પાંચમી લહેર શરુ થઈ હોવાની શક્યતા છે. દુનિયામાં હાલમાં કોરોના શાંત પડ્યો છે પરંતુ હવે હોંગકોંગમાં કોરોનાની પાંચમી લહેર શરુ થઈ છે. હોંગકોંગમાં સોમવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ 34,466 નવા કેસ નોંધાયા છે આટલા મોટી સંખ્યામાં કેસ કોરોનાની નવી લહેરનો સંકેત છે, આ ઘટનાને કારણે દુનિયાની ચિંતા વધી છે. હોંગકોંગમાં કોરોનાના કેસોમા સતત વધારો થઈ રહ્યો છે.
લોકડાઉન લાગુ પાડવાની સરકારની યોજના
હોંગકોંગમાં કોરોનાની પાંચમી લહેર શરુ થઈ હોવાથી હવે દુનિયા માટે સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. હાલમાં હોંગકોંગ સિવાય બીજા એક પણ દેશમાં આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યાં નથી. એટલે હવે હોંગકોંગમાંથી દુનિયામાં ફેલાશે કોરોનાની પાંચમી લહેર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. દરમિયાન, આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હોંગકોંગમાં લોકડાઉનને નકારી શકાય નહીં. સરકારે લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે.
1 દિવસમાં 87 લોકોના મોત થયા
હોંગકોંગ હાલમાં કોરોના વાયરસની પાંચમી લહેર સામે ઝઝૂમી રહ્યું છે, જે મુખ્યત્વે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે આવ્યું છે. સોમવારના 34,000 થી વધુ કેસ એક અઠવાડિયા પહેલાની તુલનામાં ચાર ગણાથી વધુ છે. એક અઠવાડિયા પહેલા શહેરમાં ચેપના 7,500 થી વધુ કેસ નોંધાયા હતા. શહેરના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસર આલ્બર્ટ એયુએ દૈનિક વાયરસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, દર ત્રણ દિવસે કેસની સંખ્યા બમણી થઈ જશે. અમને લાગે છે કે સંખ્યા વધતી જ રહેશે. સોમવારે શહેરમાં 87 લોકોના મોત થયા હતા. 87 મૃત્યુમાંથી 67 લોકોને રસી આપવામાં આવી ન હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચારોની અપડેટ મેળવવા “NEWS” લખીને આપ અમને 9328282571 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી શકો છો આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).