Face Of Nation:અમદાવાદ છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારે વરસાદી છાંટા જોવા મળ્યા હતાં. જોકે ખેડૂતોમાં માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.સારા વરસાદ માટે વરસાદી સિસ્ટમ સક્રિય ન થઇ હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. જોકે, દક્ષિણ તરફથી આવતા પવનને કારણે વાદળ છાયું વાતાવરણ રહેશે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા સેવાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ માટે હજી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી જેના કારણે ગુજરાતને સારા વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. જોકે, દક્ષિણ તરફથી આવતાં પવનને કારણે ગુજરાતના અનેક વિસ્તરોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસોમાં છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ જેવા વિસ્તરોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, મોરબી સહિત કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી છે.