Home News શ્રીલંકામાં મોંઘવારીની આગ: 500 ગ્રામ મિલ્ક પાઉડર 800 રૂપિયામાં મળે છે; 1...

શ્રીલંકામાં મોંઘવારીની આગ: 500 ગ્રામ મિલ્ક પાઉડર 800 રૂપિયામાં મળે છે; 1 કપ ચા પણ નથી મળતી!

Face Of Nation 29-03-2022 :  ભારતના દક્ષિણમાં આવેલા પડોશી દેશ શ્રીલંકા તેની સ્વતંત્રતા બાદ અત્યાર સુધીમાં સૌથી ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી દર 17 ટકાને પાર થઈ ગયો છે. લોકો પેટ્રોલ, રાંધણ ગેસ, કેરોસિન ખરીદવા માટે કલાકો સુધી મોટી મોટી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ભારતના 1 રૂપિયામાં શ્રીલંકાના 3.81 રૂપિયા આવે છે. શ્રીલંકામાં અત્યારે અડધો કીલો મિલ્ક પાઉડર 800 સ્થાનિક રૂપિયામાં મળે છે. દેશમાં જે સ્થિતિ સર્જાઈ છે તે માટે લોકો સરકારની ભ્રષ્ટ નીતિઓને જવાબદાર માની રહ્યા છે. લોકોનું કહેવું છે કે બે વર્ષની અંદર સ્થિતિ બગડી ગઈ છે.
દરરોજ પાંચ કલાક વીજળી કાપ
શ્રીલંકા એક ટાપુ દેશ છે, જેના અર્થતંત્રનો મોટો આદાર પર્યટન અને વિદેશમાં કામ કરી રહેલા લોકોના પૈસા મોકલવા ઉપર આધાર રાખે છે. કોવિડ મહામારીએ આ વિસ્તાર ઉપર ગંભીર અસર કરી છે, જેને લીધે શ્રીલંકાના અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. શ્રીલંકા પાસે અત્યારે વિદેશી હૂંડિયામણ ખતમ થઈ ગયું છે. આ સંજોગોમાં ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ કે દવાઓ ખરીદી શકતું નથી. વિદેશી હૂંડિયામણ માટે શ્રીલંકાએ માર્ચ 2020માં ચીજોની આયાત ઉપર નિયંત્રણ મુક્યા હતા. હવે સ્થિતિ એ છે કે મોંઘવારીનો દર 17.5 ટકા પહોંચી ગયો છે. થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે ઈંધણ પણ નથી કે જેથી તે દરરોજ પાંચ-પાંચ કલાક સુધી વીજળી કાપ કરી રહી છે.
પૈસા હોવા છતાં તેનું કોઈ જ મૂલ્ય નથી
મારિયા કહે છે કે અત્યારે જે મુશ્કેલી સર્જાઈ છે તેને ઓચિંતા જ સર્જન પામી નથી. શ્રીલંકામાં જે ભ્રષ્ટાચાર લાંબા સમયથી રહ્યો છે તેની અસર હવે જોવા મળી રહી છે. આ સરકારની ભ્રષ્ટ નીતિઓના પરિણામ છે. ચોક્કસ રાજકીય ગૃહોના હાથમાં દેશનું અર્થતંત્ર આવી ગયું છે. સામાન્ય લોકો પાસે પૈસા નથી, જે પૈસા છે તેનું કોઈ જ મૂલ્ય નથી. મારિયાનું કહેવું છે કે સૌથી વધારે કિંમત દૂધ અને શાકભાજીમાં વધી છે અને તેને લીધે ઘણા લોકો એવા છે કે જે જેમના માટે ખાદ્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવી મુશ્કેલ બની રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).