Face Of Nation 16-03-2022 : અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ આકાશમાંથી અગનવર્ષા વરસવાનું જાણે શરૂ થઇ ગયું છે. મંગળવારે અમદાવાદ 41.5 ડિગ્રી સાથે રાજ્યનું ‘હોટેસ્ટ’ સિટી બની રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત 9 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં હજુ 3 દિવસ કાળઝાળ ગરમીનું પ્રભુત્વ રહી શકે છે.હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢમાં યલો એલર્ટ રહેશે.
અમદાવાદના તાપમાનમાં 6 ડિગ્રીનો વધારો
અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં 6 ડિગ્રીથી વધુનો વધારો થયો છે. 10 માર્ચે અમદાવાદમાં 36.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસમાં અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીથી વધી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે 20 માર્ચ સુધી કાળઝાળ ગરમી પડશે અને તાપમાન 42ની આસપાસ રહેશે. આગામી 20-21 માર્ચ દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાઇ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized અમદાવાદના તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો વધારો, 42 ડિગ્રી સાથે રાજ્યનું ‘હોટેસ્ટ’...