Face Of Nation, 25-08-2021: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સોમ્યા સ્વામીનાથને કહ્યું કે ભારતમાં કોરોના મહામારી એક રીતે સ્થાનિકતાના ચરણમાં પ્રવેશ કરી રહી છે. જ્યા નીચલા અથવા મધ્યમ સ્તરનું સંક્રમણ જારી છે. સ્થાનિક અવસ્થા ત્યારે હોય છે જ્યારે કોઈ વસ્તી વાયરસની સાથે રહેવાનું શીખી લે છે. આ મહામારીના ચરણથી ઘણું અલગ છે. હવે વાયરસ વસ્તી પર હાવી થઈ જાય છે. કોવૈક્સીનને મંજૂરી આપવાના સંબંધમાં સ્વામીનાથને કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે WHOના ટેક્નિકલ સમૂહ કોવૈક્સીનને તેમના અધિકૃત રસીમાં સામેલ કરવાની મંજૂરી આપવા માટે સંતુષ્ટ રહેશે અને સપ્ટેમ્બરના મધ્ય સુધી આવું થઈ શકે છે.
સમાચાર વેબસાઈટ ધ વાયર માટે પત્રકાર કરણ થાપરને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂહમાં સ્વામીનાથને કહ્યું કે ભારત અને દેશના વિભિન્ન ભાગોમાં જનસંખ્યાની વિવિધતા તથા પ્રતિરક્ષાની સ્થિતિને ધ્યાનમાં આ બહું શક્ય છે કે દેશમાં વિભિન્ન ભાગોમાં ઉતાર ચઢાવની સાથે આ સ્થિતિ જારી રહી શકે છે. સ્વામીનાથને કહ્યું કે કદાચ આપણે એક રીતે સ્થાનિક્તાના ચરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જ્યાં નીચલા સ્તર પર સંચરણ અથવા મધ્યમ સ્તરના સંચરણ જારી છે. જોકે તે પ્રકારની જબરદસ્ત વૃદ્ધિ અને સ્થિતિ નથી જોઈ રહ્યા જેવી આપણે થોડા મહીના પહેલા જોઈ રહ્યા હતા.
વૈજ્ઞાનિકે કહ્યું જ્યાં સુધી ભારતનો સવાલ છે એવું લાગે છે કે જે થઈ રહ્યું છે છે તે ભારતના આકાર અને દેશના વિભિન્ન ભાગોમાં જનસંખ્યાની વિવિધતા અને પ્રતિરક્ષાની સ્થિતિના કારણે છે. આ બહું શક્ય છે કે આ ઉતાર ચઢાવની સ્થિતિ આવી રીતે જારી રહી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે વર્ષ 2022ના અંત સુધી આપણે એ સ્થિતિમાં હશું કે 70 ટકા રસીકરણનું લક્ષ્ય મેળવી લઈશું અને દેશોમાં સ્થિતિ પાછી સામાન્ય થઈ શકે છે.
બાળકોમાં કોવિડના પ્રસાર પર સ્વામીનાથને કહ્યું કે માતા પિતાએ ગભરાવાની જરુર નથી. તેમણે કહ્યું કે અમે સીરો સર્વેક્ષણને જોયું અને અમે અન્ય દેશો પાસેથી જે શીખ્યા છીએ તેનાથી ખબર પડે છે કે આ શક્ય છે કે બાળકો સંક્રમિત થઈ શકે છે જો કે મોટા ભાગના બાળકો સદનશીબે બહું હળવા બિમાર થઈ શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)