Face Of Nation, 19-09-2021: દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઉતાર ચડાવ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. જે શનિવારની સરખામણીમાં ઓછા છે. શનિવારે 35 હજારથી વધુ કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાથી 309 દર્દીઓના મોત થયા છે. રસીકરણની વાત કરીએ તો એક દિવસમાં 85 લાખથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30,773 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,34,48,163 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,32,158 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,945 દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,26,71,167 થઈ છે.
India reports 30,773 new #COVID19 cases, 38,945 recoveries & 309 deaths in the last 24 hours, as per Union Health Ministry
Active cases: 3,32,158
Total cases: 3,34,48,163
Total recoveries: 3,26,71,167
Death toll: 4,44,838
Total vaccination: 80,43,72,331(85,42,732 in last 24 hrs) pic.twitter.com/qs8VNvF7kY— ANI (@ANI) September 19, 2021
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 309 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 4,44,838 થયો છે. કેરળની વાત કરીએ તો કેરળમાં એક દિવસમાં 143 મોત નોંધાયા છે. જ્યારે નવા 19,325 કેસ નોંધાયા છે. દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.68 ટકા છે.
કોરોનાને માત આપવા માટે દેશભરમાં પૂરપાટ ઝડપે કોરોના રસીકરણ ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં રસીના 80,43,72,331 ડોઝ અપાયા છે. જેમાંથી 85,42,732 ડોઝ છેલ્લા 24 કલાકમાં અપાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)