Face Of Nation 12-05-2022 : વાવાઝોડું અસાનીએ 24 કલાકમાં પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. મંગળવાર સુધીમાં ઓડિશા અને બંગાળની ખાડી તરફ આગળ વધવાની આશંકા વચ્ચે વાવાઝોડું આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના કલેક્ટર રંજીત ભાષાએ બુધવારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ સમુદ્ર તરફ ન જાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ગમે ત્યારે વિશાખાપટ્ટનમ અને કાકીનાડા વચ્ચેના તટીય વિસ્તારોને ટકરાઈ શકે છે. આ સ્થિતિમાં ભારેથી અતી ભારે વરસાદ થવાની શક્યતા છે. પવન 80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને એલર્ટ મોકલવામાં આવ્યું છે. આંધ્ર સરકારે 7 જિલ્લામાં રાહત કેમ્પ ખોલ્યા છે.
વિશાખાપટ્ટનમ અને ચેન્નઈએ 33 ફ્લાઈટ રદ કરી
મંગળવારે ખરાબ હવામાનને કારણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી 23 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી. જ્યારે, ચેન્નાઈ એરપોર્ટે પણ 10 ફ્લાઈટ રદ કરી છે. જેમાં હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, જયપુર અને મુંબઈની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
ઓડિશામાં મોટી દુર્ઘટના ટળી, 5 માછીમારી બોટ પલટી
ઓડિશાના ગંજમ જિલ્લાના છતરપુર પાસે મંગળવારે દરિયામાં પાંચ માછીમારી બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતોમાં તમામ 65 માછીમારો તરીને કિનારે પહોંચ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતુ કે આ ઘટના ત્યારે બની જ્યારે પાંચ માછીમારોને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી અને અન્ય ચાર બોટને ટક્કર મારી, જેમાં કુલ 60લોકો સવાર હતા. અકસ્માતમાં તમામ બોટ ડૂબી ગઈ હતી.
આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું
IMDના વૈજ્ઞાનિક, સંજીવ દ્વિવેદીએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે સવાર સુધીમાં કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તે પછી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. જેના કારણે આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તોફાનની અસર બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ રહેશે. અહીં 11મી થી 13મી મે સુધી વરસાદ પડશે, સાથે જ ભારે પવન પણ ફૂંકાશે.
NDRFની 50 ટીમો તહેનાત, નેવી પણ એલર્ટ
અસાનીના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે NDRFની કુલ 50 ટીમો તહેનાત કરવામાં આવી છે. તેમાંથી 22 ટીમો મેદાન પર તહેનાત કરવામાં આવી છે, જ્યારે 28 ટીમોંને પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યોમાં એલર્ટ પર રાખવામાં આવી છે. આ સિવાય વિશાખાપટ્ટનમ હવાઈ સર્વેક્ષણ અને જરૂર પડ્યે અસરગ્રસ્ત વિસ્તારોના રાહત કામગીરી માટે ચેન્નઈ નજીક આઈએનએસ ડેગા અને આઈએનએસ રજાલીને નેવી સ્ટેશન પર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
વર્ષ 2022નું પ્રથમ વાવાઝોડું
અસાની આ વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું છે. અગાઉ 2021માં 3 ચક્રવાતી વાવાઝોડા આવ્યા હતા. ચક્રવાત જાવદ ડિસેમ્બર 2021માં આવ્યું હતું. જ્યારે, સપ્ટેમ્બર 2021 માં ચક્રવાત ગુલાબે દસ્તક આપી હતી, જ્યારે મે 2021માં ચક્રવાત યાસે બંગાળ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં તબાહી મચાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News વિશાખાપટ્ટનમ-કાકીનાડામાં રેડ એલર્ટ : આંધ્રપ્રદેશમાં પહોંચ્યું ‘અસાની’ વાવાઝોડું, 33 ફ્લાઈટ રદ કરી...