Home News અમદાવાદઃરૂપિયાના ઝઘડામાં પતિએ પત્નીનું નાક નંદવી નાખ્યું,પત્નીને નવ ટાંકા આવ્યા

અમદાવાદઃરૂપિયાના ઝઘડામાં પતિએ પત્નીનું નાક નંદવી નાખ્યું,પત્નીને નવ ટાંકા આવ્યા

Face Of Nation:સામાન્ય રીતે પતિ પત્નીના ઝઘડામાં પતિ પત્નીને માર મારવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. કેટલીકવાર ઉશ્કેરાયેલા પતિ પત્ની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડવાના પણ કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાય છે. પતિ પત્નીના ઝઘડા પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતા હોય છે. અમદાવાદમાં પતિ પત્નીનો વિચિત્ર ઝઘડો બન્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું નાક કરડી ખાધું હતું.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા વિસ્તારમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય બાબતમાં થયેલો ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રૂપિયાના ઝઘડામાં પતિએ પત્નીને માર માર્યો હતો. આટલામાં સંતોષ ન માનનારા પતિએ પત્નીનું નાક કરડી ખાધું હતું.જેના પગલે પત્ની ઇજાગ્રસ્ત થઇ હતી. અને પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડોક્ટરો દ્વારા પત્નીના નાકે 9 જેટલા ટાંકા લઇને નાકની સારવાર કરી હતી. સાથે સાથે આ વાતની જાણ પોલીસને થતાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.