Face Of Nation:વિરમગામ માંડલ તાલુકાના વરમોરમાં અનુસૂચિત જાતિના યુવકની હત્યા બાદ ગુમ થયેલી તેની પત્નીની પોલીસને ભાળ મળી ગઈ છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ગર્ભવતી નથી. જો કે, પોલીસે તેની ખરાઈ કરવા માટે તેની તબીબી તપાસ કરવાનું નક્કી કર્યું છે. અનુસૂચિત જાતિ યુવાનની હત્યા કેસના 8 આરોપીઓ પૈકી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. વધુ એક આરોપી ઝડપી પાડવા પોલીસે કમર કસી છે.
તપાસ અધિકારી પ્રવીણ મણવરે વરમોર અનુસૂચિત જાતિના યુવાનની હત્યા મામલે જણાવ્યું હતું કે, હત્યા મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. મુખ્ય આરોપી દશરથસિંહ પોલીસ સમક્ષ હાજર થયા છે જ્યારે યુવતીનો પિતરાઈ જયદીપસિંહ પોલીસ પકડથી દૂર છે. યુવતી હાલ તેના પરિવારજનો સાથે ઘરે છે. તે તેની માતા પાસે જ રહેવા માંગે છે. તેણે પોલીસને નિવેદન આપ્યું છે કે તે ગર્ભવતી નથી. ગર્ભની ચકાસણી માટે ચોક્કસ પુરાવા ભેગા કરવા મેડિકલ રિપોર્ટ કઢાવાશે. યુવાન પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો હતો. આરોપીઓને આશરો આપનાર સામે ગુનેગારોને મદદગારીનો ગુનો નોંધાશે. યુવતીની પરિવાર સામેની અરજી અંગે પણ માર્ચમાં અરજી મળી હતી ત્યારે તે અંજારમાં હતી. યુવતી પરિવાર સામે માર્ચમાં પોલીસને અરજી મળી હતી. જ્યારે પોલીસ લગ્નજીવન બાદ પરિવારજનો સાથે શા માટે રહેવા માંગે છે એ મામલે મૌન સેવ્યું હતું.
અનૂસુચિત જાતિના યુવકને મોતને ઘાટ ઉતારાયાના બનાવમાં હત્યા બાદ તેની પત્ની પણ ગુમ હતી. જેને શોધી પાડવા માટે પોલીસે ટીમ બનાવી શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બે માસના ગર્ભવતી એવી મૃતક યુવાનની પત્ની મળી આવી છે. જો કે, તેણે પોલીસ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તે ગર્ભવતી નથી. હવે યુવકની હત્યામાં કોનો હાથ છે તે જાણવા પોલીસ તેની પુછપરછ કરશે. ગઈકાલે રાત્રે જ પોલીસે તેની ભાળ મેળવી લીધી હોવાનું મનાય છે. સત્તાવાર રીતે પોલીસે આજે જાહેરાત કરી છે.