Face Of Nation 16-07-2022 : UAEના શારજાહથી કેરળના કોચી જતી એર અરેબિયાની ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. જોકે પાયલોટની સમજણને કારણે એનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં 222 મુસાફર અને 7 ક્રૂ-મેમ્બર સવાર હતા. બધા મુસાફરો સુરક્ષિત છે.
ઘટનાની તપાસના આદેશ આપ્યા
કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)એ જણાવ્યું હતું કે એર અરેબિયા ફ્લાઈટ G9-426માં આ ખામી આવી હતી. પાયલટોએ આ અંગે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી. એરપોર્ટ પર સંપૂર્ણ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને પ્લેન સાંજે 7:29 વાગ્યે લેન્ડ થયું હતું. સવારે 8:22 વાગ્યે ઇમર્જન્સી પાછી ખેંચી લેવામાં આવી હતી. તો બીજીતરફ DGCA(ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. વરિષ્ઠ એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન રનવે 9 પર ઉતરાણ બાદ એન્જિન બંધ થઈ ગયું હતું.
બે મહિનામાં આ બીજી ઘટના છે
એર અરેબિયાના વિમાન સાથે બે મહિનામાં આ બીજી ઘટના છે. અગાઉ 6 જૂન, 2022ના રોજ ચિટગાંવથી અબુ ધાબીએર અરેબિયા જઈ રહેલા વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. અમદાવાદમાં તેમનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે પાઈલટ્સને એન્જિન નંબર-1માં ખામી હોવાની જાણ થઈ ત્યારે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. તેનું બીજા એન્જિનથી સુરક્ષિત ઉતરાણ કરવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).