Face Of Nation : લોકડાઉનને પગલે લોકો ઘરમાંથી જુદા જુદા બહાના કાઢીને બહાર નીકળી જાય છે ત્યારે સોલા સાયન્સ સિટીમાં રહેતા એક સિનિયર સીટીઝને સરકારના આ આદેશનો અમલ કરવાની નેમ લીધી છે.સોલા સાયન્સસિટીમાં રહેલા સિનિયર સીટીઝન અને સામાજિક કાર્યકર એવા રોહિત પટેલે જણાવ્યું છે કે, લોકડાઉનના હજુ પાંચ દિવસ પુરા થયા છે. તે દરમ્યાન મને પથરીનો દુખાવો, કમરનો દુખાવો, હાથે મસલ્સનો દુખાવો અને બ્લડ પ્રેશર પણ વધી જાય છે. 21 દિવસના લોકડાઉનમાં મને લાગે છે કે, મારા શરીરના બધા અંગોને પ્રોબ્લેમ થઈ જશે, અને મારુ શરીર ખોખલું થઇ જશે. છેલ્લા કદાચ માનસિક રોગની હોસ્પિટલમાં પણ દાખલ કેમ ના થવું પડે છતાં હું લોકડાઉનનો અમલ કરીશ. રોહિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બધા જ રોગોને હું પહોંચી વળીશ કેમ કે, લોકડાઉનના દિવસો પુરા થશે એટલે ડોક્ટરોની ટ્રીટમેન્ટથી ફરી પાછો ઘોડા જેવો થઇ જશે. પણ હું લોકડાઉન દરમ્યાન ઘરની બહાર નીકળીશ તો કોરોના વાયરસ મારો જીવ લઈ શકે છે, માટે 14 એપ્રિલ સુધી ઘરની બહાર નહીં જ નીકળું. રોહિત પટેલે આ વાત થકી લોકોને અને ખાસ કરીને યુવાઓને મેસેજ આપ્યો છે કે, કોરોના રોગની ગંભીરતા સમજો, આ વાઇરસથી વિશ્વ આખું માથું ખંજવાળતું થઈ ગયું છે ત્યારે જો આપણા દેશમાં તે વધશે અને મોટી ખુવારી થશે તો કદાચ આપણે આપણી જાતને પણ માફ નહીં કરી શકીએ અને એ રોગ આવતીકાલે આપણા ઘરમાંથી પણ કોઈકનો જીવ લઈ લેશે તે સમયે પસ્તાવા સિવાય કઈ નહીં હોય. રોહિત પટેલ જેવા ખુબ ઓછા પરિવારો છે જે આ રોગની ગંભીરતા સમજીને સ્વેચ્છાએ ઘરમાં લોકડાઉન થઇ ગયા છે.
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના