Home News પૈસાની “પૂજા” : બીજા દિવસે પણ EDના વ્યાપક દરોડા; 150 કરોડ રૂપિયાની...

પૈસાની “પૂજા” : બીજા દિવસે પણ EDના વ્યાપક દરોડા; 150 કરોડ રૂપિયાની સંપત્તિના જપ્ત કરાયા “દસ્તાવેજ”, ઘરેથી 19.31 કરોડ મળ્યાં “Cash”!

Face Of Nation 07-05-2022 : ખાણ સચિવ પૂજા સિંઘલ અને તેના નજીકના સંબંધીઓ સામે સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી આગળ વધી છે. પૂજાના પતિ અભિષેક ઝાના રાંચી સ્થિત પલ્સ હોસ્પિટલમાં સવારે EDના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. આ સાથે દેશના 11 જેટલા સ્થળો પર તપાસ ચાલી રહી છે. છેલ્લી માહિતી પ્રમાણે IAS અધિકારી પૂજા સિંઘલના CA સુમન કુમારની ધરપકડ કરવામાં આવી છે.
150 કરોડની કિંમતની સંપત્તિના દસ્તાવેજો પણ મળ્યા
આ અગાઉ શુક્રવારે 25 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. 16 કલાક સુધી ચાલેલી આ કાર્યવાહીમાં સિંઘલના CA સુમન સિંહના રાંચી સ્થિત ઘરેથી રૂપિયા 19.31 કરોડની રોકડ મળી આવી છે. કાર્યવાહી સમયે આશરે 150 કરોડની કિંમતની સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ટીમે પૂજાના સસરા કામેશ્વર ઝાના મુઝફ્ફરપુર સ્થિત ઘર, દિલ્હીમાં રહેતા તેના ભાઈ તથા માતાપિતા અને સંબંધીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ટીમ તેની સાથે તમામ દસ્તાવેજો પોતાની સાથે લઈ ગઈ
ટીમે કોલકાતા, મુંબઈ, જયપુર, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. મોડી રાત્રે ટીમ તેની સાથે તમામ દસ્તાવેજો પોતાની સાથે લઈ ગઈ હતી. ખૂંટીમાં મનરેગા કૌભાંડમાં EDએ JE રામવિનોદ સિંહાની ધરપકડ કરી હતી. તેમણે રૂપિયા 4.25 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે DC સુધી નાણાં જતા હતા. તે સમયે પૂજા સિંઘલ ખૂંટીની DC હતી.આ સાથે એવું માનવામાં આવે છે કે રૂપિાય 18 કરોડના મનરેગા કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસ તથા માઈનિંગની ફાળવણીમાં ગેરરીતિ સાથે જોડાયેલ કેસમાં આ કાર્યવાહી થઈ છે. તો બીજીતરફ ખાણ સચિવ પૂજા સિંઘલ સામે શુક્રવારે ED દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ઓચિંતા જ થઈ નથી. તેની પૃષ્ઠભૂમિ અગાઉથી તૈયાર થઈ હતી. હકીકતમાં કેન્દ્ર સરકારના રાજભવનથી રાજ્યના કલંકીત પોલીસ તથા વહીવટી અધિકારીઓની યાદી માગવામાં આવી હતી. આ પ્રકારના અધિકારીઓની સંપૂર્ણ માહિતી આપવા કહેવામાં આવ્યું હતું. આશરે એક મહિના અગાઉ રાજ્ય સરકારે ચાર અધિકારીઓના નામ રાજભવનને મોકલ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).