Home News પતિ પત્ની ઔર વૌના ચક્કરમાં આ આઈ.એસએ પેહર્યો નિર્દોષતાનો નકાબ

પતિ પત્ની ઔર વૌના ચક્કરમાં આ આઈ.એસએ પેહર્યો નિર્દોષતાનો નકાબ

Face Of Nation:ગુજરાતના પરણિત આઈએએસ ઓફિસરના પ્રેમ પ્રકરણની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ મામલે મહિલા અને IAS ઓફિસરે સામ-સામે ફરિયાદો કરી છે. આ પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલા આઈએએસ ગૌરવ દહિયાએ હવે આશ્ચર્યજનક આક્ષેપ કર્યો છે કે, તેઓ તો સાવ નિર્દોષ છે કારણ કે દિલ્હીની તે મહિલાએ જ તેમને ફેસબુકના માધ્યમથી ફસાવી રિલેશનશિપ માટે દબાણ કર્યું હતું. જ્યારે મહિલાનું કહેવું છે કે, દહિયાએ તેને સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તે સમયે તેના બીભત્સ ફોટો અને વીડિયો લઈ લીધા હતા. ત્યારબાદ તેને વાયરલ કરવાની ધમકી આપીને લગ્ન માટે દબાણ કર્યું હતું અને 2018માં લગ્ન પણ કર્યા હતા. આમ IASનો પતિ પત્ની ઔર વોના કિસ્સામાં વધુ એક વળાંક આવ્યો છે.

આરોગ્ય વિભાગના કમિશનર અને ગુજરાતના સિનિયર આઈએએસ દહિયા સામે દિલ્હીની મહિલાએ સ્થાનિક વિમેન સેલમાં ગંભીર આક્ષેપો સાથે અરજી કરી હતી. મહિલાએ તેમાં જણાવ્યું હતું કે, દહિયા પરણિત હોવા છતાં તેમણે તેને બીજા લગ્ન કરવા દબાણ કરીને છેતરપિંડી કરી હતી. એટલું જ નહીં, એક દિવસ અધિકારીએ સોફ્ટ ડ્રિન્ક પીવડાવી અર્ધબેભાન કરી તેના બિભત્સ ફોટા-વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લગ્ન માટે દબાણ કર્યું હતું. જે બાદ 2018માં લગ્ન કર્યા હતા. સામે પક્ષે દહિયાએ પણ મહિલા સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં જૂનમાં અરજી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, આ મહિલાએ તેમને પોતાનો પરિવારને છોડીને સાથે રહેવા દબાણ કર્યું હતું અને આમ ન કરું તો મને સમાજ અને કામના સ્થળે બદનામ કરવાની ધમકી આપતી હતી.આઈએએસ દહિયાએ અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, ફેસબુકના માધ્યમથી 2017માં તેઓ દિલ્હીની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હી જવાનું હતું ત્યારે મહિલા સાથે મુલાકાત થઈ હતી. દિલ્હીની એક હોટલમાં મુલાકાત દરમિયાન પોતે પરિણિત હોવાનું કહેવા છતા મહિલાએ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી મદદ પણ કરી, પરંતુ થોડા સમય બાદ તેણે બ્લેકમેઈલ કરીને નાણાં પડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને તેમની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા પણ લેવડાવ્યા હતા.