Home Uncategorized આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકીઓ સુરક્ષાદળો પર હુમલો કરવાનું રચી શકે...

આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકીઓ સુરક્ષાદળો પર હુમલો કરવાનું રચી શકે છે કાવતરું, ગુપ્ત એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ

અહેવાલ પ્રમાણે આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યાં છે. જેના પગલે ગુપ્ત એજન્સીઓએ ઘાટીમાં એલર્ટ જાહેર કરી દીધું છે.

Face Of Nation:શ્રીનગર: આતંકવાદીઓ એકવાર ફરી કાશ્મીરના પુલવામામાં હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. ગુપ્ત એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે પાડોશી દેશ પાકિસ્તાનથી આવેલા આતંકીઓ પુલવામામાં હાઈવે પર એકવાર ફરી સુરક્ષા દળોને નિશાન બનાવી હુમલો કરવાની ફિરાકમાં છે. જેના પગલે ગુપ્ત એજન્સીઓએ ઘાટીમાં એલર્ટ જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે 14 ફ્રેબ્રુઆરીમાં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો થયો હતો. જેમાં 40થી વધુ જવાન શહીદ થયા હતા.

રિપોર્ટ પ્રમાણે આતંકી બુરહાન વાનીની વર્ષી પર આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલો કરવાનું પ્લાન બનાવી રહ્યાં છે. પાકિસ્તાની આતંકીઓ પુલવામા અને તેની આસપાસ સુરક્ષા દળોને નિશાન બનાવવાના ફિરાકમાં છે. આતંકી આઈઈડી અને સ્નાઇપર દ્વારા હુમલો કરી શકે છે અને સુરક્ષા દળોએ 6 થી 8 પાકિસ્તાની આતંકીઓના પ્લાનને ઇન્ટરસેપ્ટ કર્યો છે. આ ટીમમાં એક સ્નાઇપર પણ હોવાની જાણકારી છે.

એટલું જ કાશ્મીરમાં છૂપાઈને રહેવા માટે આ પાકિસ્તાની આતંકીઓએ પોતાના નામ પણ બદલ્યા છે. 8 જુલાઈ 2016માં આતંકી બુરહાન વાનીને સુરક્ષા દળોએ એક ઓપરેશનમાં ઠાર માર્યો હતો. ગુપ્ત રિપોર્ટ બાદ તમામ એજન્સીઓએ એલર્ટ કરી દેવામાં આવી છે.