Home Sports હવે ક્રિકેટર્સ પણ જીતી શકશે ઓલિમ્પિક મેડલ! ICCએ લઇ લીધું આ મોટું...

હવે ક્રિકેટર્સ પણ જીતી શકશે ઓલિમ્પિક મેડલ! ICCએ લઇ લીધું આ મોટું પગલું

Face Of Nation, 10-08-2021 :23 જુલાઈથી જાપાનની રાજધાની ટોક્યોમાં શરૂ થયેલી ઓલિમ્પિક ગેમ્સનું સમાપન થઈ ગયું છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે આયોજીત આ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ક્રિકેટના શોખિન ભારતીય ફેન્સ હંમેશા ઈચ્છે છે કે ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવે, જેથી દેશની ગોલ્ડ મેડલ જીતવાની સંભાવના વધી જાય. ઓલિમ્પિક ગેમ્સમાં છેલ્લે 1900માં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું હતું. આ વચ્ચે ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. જે મુજબ જલદી ઓલિમ્પિક ગેમ્સમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. આ વાતની સૂચના ખુદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આપી છે.

આઈસીસીએ મંગળવારે તે વાત કન્ફર્મ કરી છે કે તે 2028 લોસ એન્જિલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા માટે બોલી લગાવશે. આઈસીસી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે અને સારી વાત છે કે તેને વિશ્વના સૌથી ધનીક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈનું સમર્થન મળી રહ્યું છે. આઈસીસીએ એક ઓલિમ્પિક વર્કિંગ ગ્રુપ બનાવ્યું છે, જે 2028થી શરૂ થનાર ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા પર કામ કરશે. બોર્ડ સચિવ જય શાહે હાલમાં કહ્યુ હતુ કે જો ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે તો બોર્ડ આ મામલાનું સંપૂર્ણ સમર્થન કરશે.

આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલેએ એક નિવેદનમાં કહ્યુ- આ બોલી પાછળ અમારી રમત યુનિટ એક છે અને અમે ઓલિમ્પિકને ક્રિકેટના લાંબા ભવિષ્યના ભાગના રૂપમાં જોઈએ છીએ. વિશ્વભરમાં અમારા એક અબજથી વધુ ફેન્સ છે અને તેમાંથી લગભગ 90 ટકા ઓલિમ્પિકમાં ક્રિકેટ રમતને જોવા ઈચ્છે છે. સ્પષ્ટ રૂપથી ક્રિકેટો એક મજબૂત અને ભાવુક ફેન બેઝ છે. તે વિશેષ રૂપથી દક્ષિણ એશિયામાં છે, જ્યાંથી અમારા 92 ટકા ફેન્સ આવે છે, જ્યારે સંયુક્ત રાજ્ય અમેરિકામાંથી પણ 30 મિલિયનથી વધુ ક્રિકેટ ફેન્સ છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)