Home News પાકિસ્તાનમાં રમાશે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, ICC ટૂર્નામેન્ટના હોસ્ટ કન્ટ્રીની જાહેરાત

પાકિસ્તાનમાં રમાશે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી, ICC ટૂર્નામેન્ટના હોસ્ટ કન્ટ્રીની જાહેરાત

Face Of Nation, 16-11-2021:  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એ આગામી એફટીપીના હોસ્ટ કન્ટ્રીની જાહેરાત કરી છે. 2024-2031 વચ્ચે કુલ 8 આઈસીસી ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે. જેમાં 4 ટી20 વિશ્વકપ, 2 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી અને 2 50 ઓવર વિશ્વકપ ટૂર્નામેન્ટ સામેલ છે. આ 8 ટૂર્નામેન્ટ 12 જુદા-જુદા દેશોમાં રમાવાની છે. જેમાં સૌથી મોટી વાત છે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે.

આઈસીસીએ કરેલી જાહેરાત અનુસાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને સોંપવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ છે કે શું ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે જશે. મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સારા નથી. આ બંને દેશ દ્વિપક્ષીય સિરીઝ પણ રમતા નથી. ભારત અને પાકિસ્તાનની ટક્કર માત્ર આઈસીસી ઈવેન્ટમાં જ જોવા મળે છે.

આઈસીસીએ જાહેર કરેલી યાદી પ્રમાણે વર્ષ 2024, 2026, 2028 અને 2030માં આઈસીસી ટી20 વિશ્વકપનું આયોજન થવાનું છે. તો 2025 અને 2029માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે. આ સિવાય 2027 અને 2031માં આઈસીસી 50 ઓવર વિશ્વકપ રમાશે.

આ દેશ બન્યા યોજમાન
આઈસીસી ટી20 વિશ્વકપ 2024- યૂએસએ અને વેસ્ટ ઈન્ડિઝ
આઈસીસી ટી20 વિશ્વકપ 2026- ભારત અને શ્રીલંકા
આઈસીસી ટી20 વિશ્વકપ 2028- ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ
આઈસીસી ટી20 વિશ્વકપ 2030- ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ

આઈસીસી 50 ઓવર વિશ્વકપ
આઈસીસી વિશ્વકપ 2027- સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા
આઈસીસી વિશ્વકપ 2031- ભારત અને બાંગ્લાદેશ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025- પાકિસ્તાન
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી- 2029 ભારત
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)