Face of Nation 04-02-2022 : “મેરિકન ઇલેક્ટ્રિક વ્હીકલ અને ક્લીન એનર્જી કંપની ટેસ્લા ઇન્ડસ્ટ્રીઝ જો ભારતમાં સ્થાનિક ઉત્પાદન, એસેમ્બલિંગ અને સોર્સિંગના ધોરણો માટે પ્રતિબદ્ધ હોય તો ભારતમાં તેમનું સ્વાગત છે.” – નાણાં મંત્રાલય, ભારત સરકાર.
નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે “જો ટેસ્લા અથવા અન્ય કંપનીઓને ઇલેક્ટ્રિકલ વાહનો માટે કન્સેશનલ ટેક્સ રેટ માળખાની જરૂર હોય, તો તેઓએ કેટલાક સ્થાનિક ઉત્પાદન, એસેમ્બલિંગ અને સોર્સિંગ કરવા માટે પ્રતિબદ્ધતા આપવી પડશે.
નાણા મંત્રાલયના અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વર્તમાન ટેરિફ માળખા સાથે રોકાણ પહેલેથી જ ભારતમાં આવી રહ્યું છે અને અન્ય વિદેશી કંપનીઓ વર્તમાન ટેરિફ માળખા સાથે તેમના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કરી રહી છે. વર્તમાન ટેરિફ માળખા સાથે અન્ય લોકો માટે પણ માર્ગ ખુલ્લો છે.
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કે ભારતને ટેક્સ ઘટાડવા વિનંતી કરી છે અને કંપનીને સ્પર્ધાત્મક ભાવે અન્યત્ર તૈયાર કરવામાં આવેસા વાહનોને વેચવાની મંજૂરી પણ માંગી છે. આપને જણાવી દઇએ કે, સંપૂર્ણ બિલ્ટ યુનિટ (CBU) વાહનો પર ભારતમાં 25 થી 100 ટકા આયાત જકાત છે.
ભારતના વિશાળ માર્કેટને વિશ્વમાં કોઈ પણ અર્થતંત્ર કે ધનકુબેર અવગણી શકે નહીં. ત્યારે એલન મસ્ક પણ ભારતમાં પોતાનો ધંધો જમાવવા મથી રહ્યા છે અને આ પ્લાનનાં ભાગ રુપે જ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટેસ્લાનાં અધિકારીઓને રાષ્ટ્રીય રાજધાનીમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયમાં ટેસ્લા મોડલ 3 કાર ચલાવતા જોવામાં આવ્યા હતા. આ સમયે ટેસ્લાના અધિકારીઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના ટોચના અધિકારીઓને તેમની ભારતની બિઝનેસ યોજનાઓની ચર્ચા કરવા પણ જોવા મળ્યા હતા.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).