Home News આ રાજ્યોમાં ફરી મોંઘો થયો CNG, ઝીંકાયો આટલો વધારો

આ રાજ્યોમાં ફરી મોંઘો થયો CNG, ઝીંકાયો આટલો વધારો

Face of Nation 04-12-2021:  દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી સીએનજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. નવા ભાવ શનિવારે સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ચૂક્યા છે અને દેશની રાજધાની દિલ્હીમાં CNGના ભાવ એક રૂપિયો પ્રતિ કિલોગ્રામ વધી ગયા છે. તેના સિવાય રાજસ્થાન, હરિયાણામાં પણ નવા ભાવ લાગૂ પડશે.

સરકારી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ એ સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો છે. IGL તરફથી શુક્રવારે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં સીએનજીના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડિજલના ભાવોમાં ફેરફાર થયા પછી હવે સીએનજીના ભાવોમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શનિવારે દિલ્હીમાં સીએનજી 53.04 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે, જ્યારે ગુરુગ્રામમાં તેના ભાવ 60.04 રૂપિયા પ્રતિ કિલોએ વેચાશે. તેવી રીતે અજમેર, પાલી સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં સીએનજીના ભાવ 67.31 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે.

અગાઉ 14 નવેમ્બરે IGL દ્વારા CNGની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછી દિલ્હીમાં CNGની કિંમતમાં 2.28 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદમાં પણ CNG 2.56 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. 1 ઓક્ટોબર બાદ આ ચોથી વખત છે જ્યારે CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના આ નિર્ણય બાદ અન્ય કંપનીઓ પણ CNGના ભાવમાં વધારો કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)