Home News ‘ઓપરેશન પર રોક’: જહાંગીરપુરીમાં ‘બુલડોઝર’ કાર્યવાહી પર સુપ્રિમનો સ્ટે, આજે દબાણ હટાવવાની...

‘ઓપરેશન પર રોક’: જહાંગીરપુરીમાં ‘બુલડોઝર’ કાર્યવાહી પર સુપ્રિમનો સ્ટે, આજે દબાણ હટાવવાની કામગીરી નહીં થાય,આવતીકાલે થશે સુનાવણી!

Face Of Nation 20-04-2022 : જહાંગીરપુરીમાં બુધવારે દિલ્હી નગર નિગમે (MCD) ગેરકાયદેસર બાંધકામને તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે કાર્યવાહી શરૂ થયાના એક કલાકની અંદર જ સુપ્રીમ કોર્ટે આ ઓપરેશન પર રોક લગાવી દીધી છે. કોર્ટે નોધ્યું છે કે આવતીકાલની સુનાવણી સુધી જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવવામાં આવે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રમખાણના આરોપીઓના ઘરને તોડવા બાબતે કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા આ આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પછી હાલ MCDએ કાર્યવાહીને રોકી છે. બુલડોઝર પરત ફરી રહ્યાં છે. દિલ્હી નગર નિગમે કહ્યું કે અમને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મળી ગયો છે અને અમે તેને વાંચ્યા પછી જ આગળની કાર્યવાહી કરીશું. જહાંગીરપુરીમાં લોકોએ પોતાનો સામાન હટાવવાની શરૂઆત કરી છે. AIMM ચીફ અસદુદ્દીન ઓવૈસી આ નિર્ણયથી નારાજ છે. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ભૂમિકા પર સવાલ કર્યા અને કહ્યું કે ભાજપે ગરીબોની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી છે.
એક જ પરિવારના 5ની ધરપકડ કરવામાં આવી
દિલ્હી પોલીસે મંગળવારે 5 લોકોની ધરપકડ કરી છે. આ તમામ એક જ પરિવારના છે. આ પહેલા ધરપકડ કરવામાં આવેલા આરોપી સોનુ ચિકના ઉર્ફે ઈમામ ઉર્ફે યુનુસે તેના ગુનાની કબુલાત કરી છે. સોનુએ જણાવ્યું કે હનુમાન જયંતીના દિવસે મેં કુશલ ચોકની પાસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે સોનુની પાસેથી એક ગન પણ જપ્ત કરી છે. તો બીજીતરફ દિલ્હી પોલીસે જહાંગીરપુરી હિંસા દરમિયાન એક આરોપીને ગન આપનાર શખ્સની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે તેની ઓળખ ગુલ્લી તરીકે થઈ છે. આ પહેલા હિંસા મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં અંસાર, સલીમ, સોનુ, દિલશાદ, આહિર સામેલ છે. હવે રમખાણમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સામેલ થવાની પણ તપાસ થશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).