Home News USમાં કેનેડાથી ગેરકાયદે પ્રવેશનારાઓમાં 25% ભારતીય, 2021માં મેક્સિકો સરહદે 2,600 ભારતીય ઝડપાયા,...

USમાં કેનેડાથી ગેરકાયદે પ્રવેશનારાઓમાં 25% ભારતીય, 2021માં મેક્સિકો સરહદે 2,600 ભારતીય ઝડપાયા, 1 કરોડ ગેરકાયદે પ્રવાસી છે અમેરિકામાં!

Face Of Nation 30-06-2022 : અમેરિકાના ટેક્સાસમાં મેક્સિકોથી આવેલા ટ્રકમાં અત્યાર સુધી 51 મૃતદેહ મળી ચૂક્યા છે. આ લોકો ગેરકાયદે રીતે ટ્રકમાં ઠૂંસી ઠૂંસીને લવાયા હતા. આ ભયાવહ ઘટનાના કારણે શરણાર્થીઓનો મુદ્દો ફરી ગરમાવો પકડી રહ્યો છે. તેનું એક બીજું પાસું એ પણ છે કે, હાલના વર્ષોમાં ગેરકાયદે રીતે ઘૂસવાના મામલામાં ભારતીયોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
ગેરકાયદે પ્રવેશનારાઓમાં ભારતીયો ત્રીજા ક્રમે
થિંક ટેન્ક ન્યૂ અમેરિકન ઈકોનોમીના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં કુલ એક કરોડ ગેરકાયદે પ્રવાસી છે, જેમાંથી છ લાખના આંકડા સાથે ભારતીયો ત્રીજા ક્રમે છે. અહીં ગેરકાયદે પ્રવેશનો બિઝનેસ પણ અબજોનો છે. અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનારી દરેક વ્યક્તિ રૂ. 20 લાખથી રૂ. 50 લાખનો ખર્ચ કરે છે. 2021માં મેક્સિકો સરહદે 2600 ભારતીય ઝડપાયા હતા. મહામારી અગાઉથી ભારતીયોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
ગેરકાયદે પ્રવેશ કરાવતી ગેંગનો પર્દાફાશ
થોડા સમય પહેલા અમેરિકન ફેડરલ એજન્સીએ કેનેડામાંથી અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે પ્રવેશ કરાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ગેંગના વડા જસપાલ ગિલની પણ ધરપકડ કરી લેવાઈ છે, જે કેલિફોર્નિયામાંથી નેટવર્ક ચલાવતો હતો. આ તપાસમાં સામેલ એક ફેડરલ એજન્ટે કહ્યું કે, આ ગેંગે ઉબર કેબ થકી હજારો ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચાડી દીધા છે.
ભારતીયોને ઉબર કેબમાં અમેરિકા લેવાય છે
આ માટે ગિલે દરેક પાસેથી રૂ. 23 લાખથી રૂ. 55 લાખ વસૂલ કર્યા હતા. આ લોકોને ટુરિસ્ટ વિઝા પર કેનેડા લવાય છે અને અહીંથી તેમને નકલી દસ્તાવેજોના આધારે ઉબર કેબ થકી અમેરિકા મોકલાય છે. આ તપાસનું નેતૃત્વ કરનારા હોમલેન્ડ સિક્યોરિટી એજન્ટ ડેવિટ એ. સ્પિટ્ઝર કહે છે કે, એશિયામાંથી ખાસ કરીને ભારતીયોને ઉબર કેબમાં અમેરિકા લેવાય છે. ઘણી વાર કાયદાકીય ગૂંચનો સામનો કરવા માટે તેમની પાસે નકલી દસ્તાવેજો પણ હોય છે. ગિલ ગેંગના 17 ઉબર એકાઉન્ટ મળી ચૂક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).