Home Uncategorized શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, SSC બોર્ડમાં ગ્રેસિંગ માર્ક સાથે પાસ...

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, SSC બોર્ડમાં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ..

Face Of Nation, 05-11-2021:   ગુજરાત SSC બોર્ડમાં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું કોઈ ભવિષ્ય અત્યાર સુધી નહોતું. આ વિદ્યાર્થીઓના હિતની ચિંતા નવાવર્ષમાં ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા કરાઇ છે. જી હા ગ્રેસિંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમાંના વિવિધ કોર્સ માટે જોડાઈ પોતાની કેરીયર બનાવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવાં વર્ષનાં આરંભે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજ સુધી SSC બોર્ડમાં ગ્રેસિંગ માર્કે સાથે ઉતીર્ણ થનારા છાત્રો માટે યોગ્ય કેરિયરમાં આગળ વધવા માટે યોગ્ય વિકલ્પ ન હતો.

આ અંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે SSC બોર્ડ બાદ એટલે કે ધોરણ-10 માં ફક્ત સારી ટકાવારી વિના પાસ થયા બાદ વધુ અભ્યાસ કે અન્ય ઉચ્ચ ફેકલ્ટીમાં કેરિયર બનાવવા માટે પાસિંગ ગ્રેડ આધારિત કોઈ જ વિકલ્પ ન હતો. ત્યારે દર વર્ષે રાજ્યની અનેક કોલેજોમાં ડિપ્લોમાં ફેકલ્ટીમાં સીટો પણ ખાલી પડી રહેતી હતી. આથી આ વર્ષે ધોરણ 10 SSC બોર્ડમાં પાસિંગ ગ્રેડ સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમાં ફેકલ્ટીમાં જોડાઈને આગળ પોતાની કારકિર્દી-કરિયર વધુ સારી રીતે ડેવલપ કરી શકશે. આથી રાજ્યની કોલેજોમાં સીટો પણ ખાલી પડી નહીં રહે અને યુવાઓ પોતાની એજયુકેશન લાઈફ સારી રીતે બનાવી શકશે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)