Face of Nation 01-12-2021: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની મિટીંગ યોજાઇ હતી. જેમાં કાંકરિયા કાર્નિવલને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંકટ વચ્ચે આ વર્ષે કાંકરિયા કાર્નિવલને યોજાશે નહી.
પ્રાપ્ત માહિતી મુજબ ઓમિક્રોનના સંકટ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલને રદ કર્યો છે. નોંધનીય છે કે અત્રે ઉલ્લેખનીય વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના નવા વેરિઅન્ટના સંકટને ધ્યાનમાં રાખીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
જોકે કૉર્પોરેશન દ્વારા ફ્લાવર શો ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનાં કેસ નહિ વધે તો 1 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે. ઉલ્લેખનીય છે કે, 7 દિવસ સુધી ચાલતા કાર્નિવલમાં અંદાજે લાખો લોકો મુલાકાત લેતા હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસ તથા ફલેગશીપ યોજનાઓની કામગીરીની પ્રગતિ સમીક્ષા અને આગામી આયોજન માટે પ્રતિ માસ બેઠક યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી સી.એમ ડેશબોર્ડના ઇન્ડીકેટર્સના આધારે આવા વિવિધ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હવેથી દર મહિનાના પ્રથમ બુધવારે સંબંધિત વિભાગોની ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરવાના છે. ભૂપેન્દ્ર પટેલે આ નવિન ઉપક્રમ અન્વયે ગાંધીનગરમાં આજે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી, તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો જોડાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)