Face Of Nation 26-04-2022 : ગ્વાલિયરમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવીને હિન્દુ યુવતી સાથે મંદિરમાં લગ્ન કર્યા. પછી પોતાના બે ભાઈ અને મૌલાના પાસે રેપ કરાવ્યો. યુવતીનો આરોપ છે કે બે વખત તેનો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો. છ મહિના સુધી બંધક બનાવીને જાનવરો જેવું વર્તન કરતા રહ્યાં. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ પર કેસ ફાઈલ કર્યો છે. આરોપી ઈમરાન ખાન છે, જેને પોતાની ઓળખ રાજુ તરીકે આપી હતી અને લગ્ન કર્યા હતા. આ મામલે પ્રશાસને કાર્યવાહી કરીને આરોપીનો ડબરા સ્થિત મકાનનો ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યો છે.
ઠંડાપાણીમાં નશીલો પદાર્થ નાખીને રેપ કર્યો
22 વર્ષની પીડિતા ડબરા જંગીપુરાની રહેવાસી છે. તેને પોલીસને જણાવ્યું કે આરોપી જાન્યુઆરી 2021માં તેને એક કાર્યક્રમમાં મળ્યો હતો. તેને પોતાનું નામ રાજુ જાટવ જણાવ્યું હતું. અમારા વચ્ચે પહેલા મિત્રતા થઈ. 15 જૂન, 2021નાં રોજ ગ્વાલિયરથી ઈમરાન તેને ગાડીમાં ડબરા ફરવા લઈ ગયો. જ્યાં ઠંડાપાણીમાં નશીલો પદાર્થ નાખીને તેની સાથે રેપ કર્યો. તે ગર્ભવતી થઈ ગઈ તો પીડિતાએ પોતાની મમ્મી સુગ્ગાબાઈ સાથે મુલાકાત કરાવી. તેની માતાએ બદનામીનું જણાવીને મારો ગર્ભપાત કરાવ્યો. 18મી સપ્ટેમ્બર, 2021નાં રોજ મંદિરમાં હિન્દુ રીતરિવાજથી ઈમરાને લગ્ન કર્યા. ગ્વાલિયરના સિટી સેન્ટરની એક હોટલમાં લગ્નની પાર્ટી પણ આપી હતી.
ભાઈઓ અને મૌલાના પાસે રેપ કરાવ્યો
યુવતીએ પોલીસને જણાવ્યું કે લગ્ન પછી તે સાસરે પહોંચી, તો તેને આરોપીઓ મુસ્લિમ છે તેવી ખબર પડી. ઈમરાન અને તેમના ભાઈ પુન્ની તેમજ અમને તેની સાથે રેપ કર્યો. ત્રણેય ભાઈઓ તેનો રેપ કરતા હતા. મૌલાના ઓસામા ખાને પણ તેની પર રેપ કર્યો. મૌલાનાએ તેને કહ્યું હિન્દુ રીતરિવાજથી થયેલા લગ્ન તેમના ધર્મમાં માન્ય નથી, તેથી મુસ્લિમ રીતરિવાજથી લગ્ન કરવા પડશે. તેના નિકાહ કરાવી દીધા. જે બાદ તેને રેપ કર્યો. પતિ રૂમની બહાર જ ઊભો રહ્યો. સાસુ પણ બહારના લોકોને લઈ આવતી હતી અને તેનો રેપ કરાવતી હતી.
6 મહિના સુધી બંધક બનાવીને રાખી
પીડિતાના જણાવ્યા મુજબ આરોપી તેને બંધક બનાવીને રાખતો હતો. તેને માત્ર બાથરુમ જવા માટે રૂમમાંથી નીકળવાની છૂટ હતી. તે બીજી વખત ગર્ભવતી થઈ ગઈ તો સાસુએ તેને સીડીઓ પરથી ધક્કો મારી દીધો, જેના કારણે તેને બીજી વખત ગર્ભપાત કરાવવો પડ્યો. 20મી એપ્રિલે હંમેશાની જેમ દેવર પુન્ની ખાન તેના રૂમમાં આવ્યો. રેપ કર્યા બાદ તે રૂમ બંધ કર્યા વગર જતો રહ્યો. જેનો લાભ લઈને પીડિતા ભાગીને સીધી જ પોલીસ પાસે પહોંચી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).