Face Of Nation:પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની વિધાનસભામાં પહોંચ્યા હતા. અહીં ફરી વખત કાશ્મીરનો રાગ ગાઇને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. અહીં સદનને સંબોધિત કરતા ઈમરાને કહ્યું કે મેં કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી મોદી અને બીજેપીનું સત્ય દુનિયા સામે રાખ્યું છે. તેમણે કહ્યું કે આ માત્ર કાશ્મીર સુધી રોકાવાનું નથી. અમને રિપોર્ટ મળ્યા છે કે તેઓ પીઓકેમાં પણ આવી શકે છે.
ઈમરાન ખાને કહ્યું કે પરંતુ અમારી સેના તૈયાર છે. જો કંઇ પણ થયું તો અમે જવાબ આપીશું. જેવી રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટ કર્યું હતું, હવે પીઓકે તરફ આવી શકે છે. ઈમરાન ખાને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ બનશે તો તેના માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે.ઈમરાને અહીં કહ્યું કે હવે કાશ્મીરનો મુદ્દો દુનિયાના દરેક ફોરમ પર લઇ જવામાં આવશે. જો જરૂરિયાત પડી તો અમે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ જઇશું. આવનારા દિવસોમાં લંડનમાં આ મુદ્દો મોટી રેલી પણ કાઢવામા આવશે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા ચાલશે ત્યા પણ પાકિસ્તાન તેનો વિરોધ કરશે.પાકિસ્તાન કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણય બાદ રઘવાઇ ગયુ છે. આ ફફડાટ ઈમરાનના ભાષણમાં પણ દેખાયો હતો. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપ અને સંઘની વિચારધારા મુસલમાનો વિરુદ્ધ છે અને તે હિન્દુસ્તાનમાં રાજ કરે છે. હું કાશ્મીરનો અવાજ બનીશ અને સૌને આરએસએસની વિચારધારા વિશે જણાવીશ.