Face Of Nation 25-06-2022 : ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ બરાબર વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપી, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લેતાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત નલિયામાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે.
ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જાય તો નવાઈ નહીં
છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ ચીખલીમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ડાંગ, સુરત, જૂનાગઢ, અમરેલી, વલસાડ, પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના તાલુકાઓ હજી કોરાધાકોર રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ખેંચાતા બફારો વધ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જાય તો નવાઈ નહીં.
રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 6.5 ટકા જ વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 7.89 ટકા વરસાદ વરસ્ચો છે. જ્યારે દક્ષિણ ઝોનની વાત કરીએ તો 6.56 ટકા વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થયો છે. કચ્છમાં 3.33 ટકા અને ઉત્તર ગુજરાતમાં 3.77 ટકા વરસાદ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 4.67 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં માત્ર 6.5 ટકા જ વરસાદ નોંધાયો છે.
29મી જુનથી ચોમાસુ આગળ વધવાની શક્યતા
અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતા વાદળ ન રચાતા ચોમાસું ખેંચાયું છે. ભેજવાળા પવનોને અભાવે વાદળો રચાઇને વિખરાઇ જાય છે. 29 જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. 3 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં 22મી જુનને બદલે 29મી જુનથી ચોમાસુ આગળ વધવાની શક્યતા છે. શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધીને 40.3 ડિગ્રી નોંધાયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).