Face Of Nation, 27-08-2021: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Covid19)ના 13 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 155 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,140 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 155 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 151 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,140 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક મોત થયું છે. સુરતમાં કોરોના સંક્રમણના કારણે એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, દાહોદ 2, કચ્છ 2, વડોદરા કોર્પોરેશનમાં 2,જૂનાગઢ કોર્પોરેશન 1, સુરત કોર્પરેશન 1,અને વડોદરામાં 1 કેસ નોંધાયા હતા. આજે 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં 5,13,874 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4,50,37,451 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)