Home World સ્ટુપિડ કહ્યું તો તે સજાપાત્ર ગુનો; જાપાનમાં જાહેરમાં કે સોશિયલ મીડિયા પર...

સ્ટુપિડ કહ્યું તો તે સજાપાત્ર ગુનો; જાપાનમાં જાહેરમાં કે સોશિયલ મીડિયા પર કોઈનું અપમાન સજા પાત્ર ગુનો બન્યો, દોષિતને 1 વર્ષ રહેવું પડશે જેલમાં!

Face Of Nation 15-06-2022 : જાપાનમાં હવે કોઈનું મુર્ખ કે સ્ટુપિડ કહીને અપમાન કરવું તે સજાપાત્ર ગુનો બન્યો છે. અલબત જાપાનમાં સાઈબર બુલિંગ કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિનું અપમાન કરવાના સંજોગોમાં એક વર્ષની જેલની સજાપાત્ર ગુનો બને છે. વર્તમાન પેનલ કોડને મજબૂત કરવા માટે જાપાનની સંસદમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ઓનલાઈન સહિત જાહેર સ્થળો પર કોઈ વ્યક્તિનું અપમાન કરતા અભદ્ર ભાષાનો ઉપયોગની સ્થિતિમાં કરનાર કોઈપણ વ્યક્તિને દોષિત ઠરાવવાની અને જેલના સળિયા પાછળ ધકેલવાની અથવા તો 3,00,000 જાપાની યેન જેટલો દંડની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ જાપાનમાં ઓનલાઈન અપમાન અથવા અપમાનજનક આરોપ બદલ દોષિત ઠરાવવાની ઘટના કોઈ તથ્ય પર આધારિત ન હતી અને મહત્તમ 30 દિવસની જેલની સજા અથવા 10,000 જાપાની યેનની જોગવાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).