Home News દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો થોભયો, પણ તારાજીની સ્થિતિ હજુ પણ જૈસે થે

દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો થોભયો, પણ તારાજીની સ્થિતિ હજુ પણ જૈસે થે

Face Of Nation:સુરત દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેને પગલે કાંઠા વિસ્તારના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે. અને જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થવાથી અનેક ગામો સંપર્ક વિહાણા બની ગયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. જોકે, આજથી વરસાદનું જોર તોડું ઘટવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.