Face of Nation 15-12-2021: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 53 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 8 લાખ 28 હજાર 299 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે રાજ્યમાં 10100 લોકોના નિધન થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 13 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7, સુરત શહેરમાં 6, નવસારીમાં 4, કચ્છમાં 3, આણંદ, જામનગર અને જામનગર શહેરમાં 2-2, ભરૂચ, ભાવનગર, ખેડા, પંચમહાલ, રાજકોટ અને વલસાદમાં એક-એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 છે. જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી 817644 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે 10100 લોકોના અત્યાર સુધી નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.71 ટકા છે.
કોરોના સામે રક્ષણ મેળવવા માટે રાજ્યમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં આજે સાંજે 4 કલાક સુધી 3 લાખ 31 હજાર 226 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 8 કરોડ 58 લાખ 66 હજાર 425 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)