Home Uncategorized ઉત્તરપ્રદેશના ઝીંકા વાયરસને કારણે લોકોમાં ભયનો માહોલ, 12 દિવસમાં નોંધાયા 66 કેસ

ઉત્તરપ્રદેશના ઝીંકા વાયરસને કારણે લોકોમાં ભયનો માહોલ, 12 દિવસમાં નોંધાયા 66 કેસ

Face Of Nation, 05-11-2021:  કાનપુરમાં દિવસેને દિવસે હવે ઝીંકા વાયરસના કેસ વધી રહ્યા છે. અહીયા બીજા નવા 30 કેસ નોંધાયા બાદ કુલ ઝીંકા વાયરસના દર્દીઓની સંખ્યા 66 થઈ ગઈ છે. સમગ્ર મામલે જિલ્લા અધિકારી દ્વારાજ માહિતી આપવામાં આવી છે કે બીજા નવા 30 કેસ હવે કાનપુરમાં નોંધાયા છે. જેના કારણે અહીયાના લોકોમાં ભયનો માહોલ ફેલયેલો છે.

અહીયા 23 ઓક્ટોબરે ઝીંકા વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. જેમા સૌથી પહેલા ભારતીય વાયુસેનનો એક અધિકારી આ વાયરસની ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદથી અહીયા સતત ઝીંકા વાયરસના કેસ વધી રહ્યા છે. ધીરે ધીરે હવે અહીયા કુલ 66 લોકો ઝીંકા વાયરસનો ભોગ બન્યા છે. જેના કારણે સરકાર પણ ચીંતામાં મુકાઈ ગઈ છે.

જે 66 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે તેમાં 45 પુરુષ છે જ્યારે 21 મહિલા છે. આપને જણાવી દઈએ કે ઝીંકા વાયરસ મચ્છરોને કારણે ફેલાય છે. જેથી સ્વાસ્થ્ય વિભાગની ટીમો હવે જે લોકોને ગંભીર તાવ કે પછી અન્ય લક્ષણો જણાય તો પહેલા તે દર્દીનો ટેસ્ટ કરાવી રહી છે. ખાસ કરીને જે દર્દીઓ હાલ ગંભીર રીતે બિમાર છે. તેમના ટેસ્ટ પહેલા કરાવામાં આવી રહ્યા છે.