Face Of Nation:વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વિજળીના કડાકા– ભડાકા સાથે 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો હતો. વરસાદના કારણે શહેરના તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે. વિશ્વામિત્રીની સપાટી રાત્રે 28.50 ફુટે પહોંચતાં નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધીમાં 400થી વધારે લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા હતા. બીજી તરફ આજવા જળાશયની સપાટી મોડી રાત્રે 211.20 ફુટે પહોંચતાં તેમાંથી પાણી છોડવામાં આવતાં ગુરૂવારે સવારે શહેરમાં પુરની સ્થિતિ સર્જાય તેવી તેવી સંભાવના ઉભી થવા પામી છે.વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલ્વે ગરનાળામાં પાણી ભરાઈ જતા ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયુ છે. ગઇકાલે શાળા કોલેજો પણ વરસાદને જોતા છોડી દેવામાં આવી હતી અને આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ઘૂંટણ અને કેડ સમાં પાણી ભરાયા હતા.
વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે છે. અને બચાવ કામગીર પૂરજોશમાં કરી રહ્યુ છે. વડોદરા (ગ્રામ્ય) તાલુકામાં હાલ ૯૬૨ જેટલા લોકોનુ સલામત સ્થળે સ્થાંળતર કરવામાં આવ્યું છે. સાથે જ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્યના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના ૨૦૦ લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.સોખડા ગામના રામટેકરા વિસ્તારના પણ ૨૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પણ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના ૧૫૦ લોકોનું પ્રાથમિક શાળામાં સ્થાંળતર કરવામાં આવ્યું છે. કોટલી ગામના નવીનગરી વિસ્તારના ૧૫૦ લોકોનુ પણ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૯૦ વેમાલીના ૧૨ વરણામાના ૭૦, ચાપડના ૭૦, દેણાના ૯૦ લોકોનું ગામની જ પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વિરોદ ગામના ૨૦ લોકોનું આજુબાજુના ઉચાંણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે