Home Crime રાજસ્થાનમાં ભાજપ સાંસદ પર ફાયરિંગ, સાંસદના ઘરમાં ધમકી ભર્યો પત્ર ફેકીને આરોપીઓ...

રાજસ્થાનમાં ભાજપ સાંસદ પર ફાયરિંગ, સાંસદના ઘરમાં ધમકી ભર્યો પત્ર ફેકીને આરોપીઓ ફરાર

Face Of Nation, 10-11-2021: રાજસ્થાનમાં ભરતપુરની સાસંદ રંજીતા કોલી પર ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. રાત્રીના સમયે તેઓ જ્યારે ઘરની બહાર ઉભા હતા તેજ સમયે અજાણ્યા શખ્સોએ આવીને તેમના પર ફાયરિંગ કર્યું રાત્રીના 12 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જોકે આ ઘટનામાં સાંસદ બિલકુલ સહિ સલામત છે.

ફાયરિંગનો અવાજ સાંભળીને ઘરના સભ્યો બહાર દોડી આવ્યા હતા. જેમણે ત્યા જઈને તેમણે જોયું કે ઘરના દરવાજા પર એક કારતૂસ ચોટી હતી. સમગ્ર મામલે પોલીસને આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ પણ સાંસદના ઘરે પહોચી હતી. જેમા હાલ પોલીસ તે આરોપીઓને શોધી રહી છે જેમણે આ ગુનાને અંજામ આપ્યો છે.

પોલીસ જ્યારે સાંસદના ઘરે પહોચી હતી ત્યારે તેમને ત્યાથી ગોળી મળી આવી જે ફાયર કરવામાં આવી હતી. સાથેજ એક ધમકી ભર્યો પત્ર પણ તેમને મળી આવ્યો છે. પત્રમાં એવો સાંસદને અનુલક્ષીને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ દલિત છે તો દલિત બનીને રહે નહી તો બધી સાંસદ ગીરી ઉતારી દઈશું.

આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથેજ સમગ્ર મુદ્દો હાલ ટોક ઓફ ઘ ટાઉન બન્યો છે. પત્રમાં આરોપીઓએ એવો ઉલ્લેખ પણ કર્યો છે કે પહેલા તમને છોડી દેવામાં આવ્યા હતા. હવે તમને ના બાબા સાહેબ આંબેડકર બચાવી શકશે કે ન તો મોદી શાહ તમને બચાવી શકશે. વધુમાં આરોપીઓએ પત્રમા એવું પણ લખ્યું કે આવતી વખતે તને ખરેખરમાં ગોલી મારી દઈશું.

ઉલ્લેખનીય છે કે આ બનાવને લઈને સાંસદની તબીયત હાલ બગડી ગઈ છે. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તબીબોના કહેવા પ્રમાણે હાઈ બ્લડ પ્રેશરને કારણે તેમની તબીયત બગડી છે. મહત્વનું છે કે અગાઉ પણ સાંસદની ગાડી પર અજાણ્યા શખ્સોએ હુમવો કર્યો હતો. જેથી હવે આ સમગ્ર મામલે પોલીસ આરોપીઓને શોધી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)