Home News ઈન્કમટેક્ષ વિભાગે 78 કલાકની લાંબી કડાકુટ પછી કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઈના...

ઈન્કમટેક્ષ વિભાગે 78 કલાકની લાંબી કડાકુટ પછી કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઈના ઘરે પૂર્ણ કર્યા દરોડા

Face Of Nation:ઈન્કમટેક્ષ વિભાગે 78 કલાકના લાંબા સમય બાદ કોંગ્રેસ નેતા કુલદીપ બિશ્નોઈના ઘરે દરોડા પૂર્ણ કર્યા છે. મળતી માહિતી મુજબ દરોડા પાડનાર ટીમ કુલદીપ બિશ્નોઈના પુત્ર ભવ્યને સાથે લઈને ગઇ છે. અને તેમની માતાની નાદુરસ્ત તબિયત હોવાથી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં છે.

અંદાજીત 10 ગાડિઓનો કાફલો સવા એક વાગ્યે હિસાર સ્થિત કોઠીથી નિકળીને રવાના થયો છે. જોકે, હજુ સુધી એ માહિતી મળી નથી કે ટીમને દરોડામાં શું મળ્યું છે.દરોડા પાડનાર ટીમ હાલ ગુરૂગ્રામ માટે રવાના થઇ છે. ગુરૂગ્રામમાં કુલદીપનો એક બંગલો છે. જોકે, આ બંગલો થોડા વર્ષ પહેલાં વેચી નાખવાની માહિતી સુત્રો પાસેથી મળી છે.આ સાથે જ ગુરૂગ્રામમાં એક નામચીન હોટલના થોડા શેર પણ કુલદીપના નામે હોવાની માહિતી મળી રહીં છે, જેના પર ઈન્ક્મટેક્ષ વિભાગ દરોડા પાડી શકે છે. હકીકતની ચકાસણી કર્યા બાદ ઈન્કમટેક્ષ વિભાગ આગળની કાર્યવાહી કરશે. ગુરૂગ્રામમા કુલદીપ અને રેણુકા બિશ્નોઈના નામે કેટલી સંપત્તિ અને ક્યાં છે એ અંગે મહેસૂલ અધિકારીઓએ પણ મૌન સાધ્યું છે.ઉલ્લેખનીય છે કે, કુલદીપ, હરિયાણાના પૂર્વ CM ભજનલાલના પુત્ર છે અને તેમની પત્ની રેણુકા પણ ધારાસભ્ય છે.