Face Of Nation, 17-11-2021: રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાં લાગેલા બોર્ડને લઈ વિવાદ થતાં આખરે બોર્ડ બદલવામાં આવ્યું છે. બોર્ડમાં વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે.અગાઉ બોર્ડમાં વિજય રૂપાણી ને જ મુખ્યમંત્રી તરીકે દર્શાવાયા હતા. જે બાદ વિવાદ વકરતા કાર્યાલય મંત્રી હરેશ જોષીએ વિજય રૂપાણીના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખવા આદેશ કર્યો હતો.
રાજકોટ ભાજપ હજુ પણ વિજય રૂપાણી ને મુખ્યમંત્રી માને છે. આ વાતનો પુરાવો રાજકોટ શહેર ભાજપના કાર્યાલય પર જોવા મળી રહ્યો છે. જ્યાં હજુ પણ કાર્યાલયની બહાર લગાવવામાં આવેલા બોર્ડમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ બોલાઈ રહ્યું છે.બીજી તરફ અરવિંદ રૈયાણી જે હાલમાં કેબિનેટ મંત્રી છે. તેમનું નામ પણ બોર્ડમાં ધારાસભ્ય તરીકે દર્શાવાયું છે. તો હવે બોર્ડમાં રાજ્યસભા સાંસદ રામ મોકરિયાના નામનો પણ ઉમેરો કરાયો છે. ત્યારે મીડિયામાં આ અહેવાલ પ્રસારિત થયા બાદ કાર્યાલય મંત્રી હરેશ જોષી હરકતમાં આવ્યા છે અને વિજય રૂપાણી ના નામની આગળ પૂર્વ મુખ્યમંત્રી લખવા આદેશ કર્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)