Face Of Nation, 28-08-2021: ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ના ચોથા દિવસે ટીમ ઇન્ડીયા ના બેટ્સમેનના ખરાબ પ્રદર્શનના લીધે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને આ મેચમાં એક ઇનિંગ અને 76 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ હવે આ સીરીઝ 1-1 થી બરાબરી પર છે.
ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીએ ગજબની સૂઝબૂઝ બતાવી અને અંગ્રેજોનો પરસેવો છોડાવી દીધો. પરંતુ ચોથા દિવસથી રમતની શરૂઆત થતાં જ ટીમ ઇન્ડીયાએ પહેલાં જ સેશનમાં પોતાની 8 વિકેટ ગુમાવી દીધી. પુજારા, કોહલી, રહાણે અને પંત તમામ બેટ્સમેન ચોથ દિવસે એકદમ ફ્લોપ રહ્યા. ત્યારબાદ ભારતે મોહંમદ શમીના રૂપમાં પોતાની સાતમી વિકેટ ગુમાવી.
ઇંગ્લેડની ટીમ જ્યારે ઓલ આઉટ થઇ ત્યારે ટીમ ઇન્ડીયા 354 રનથી પાછળ હતી, પરંતુ ચેતેશ્વર પુજારા એ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે મળીને ભારતીય ઇનિંગને સંભાળી, પુજારાએ લાંબા સમય બ આદ પોતાની ફિફ્ટી પુરી કરી. તે અત્યારે 180 બોલમાં 91 રન બનાવીને નોટ આઉટ હતા. શનિવારે તેમની પાસે સદી ફટકારવાની સોનેરી તક હતી, પરંતુ તે પોતાની ઇનિંગમાં કોઇપણ વધુ રન ઉમેર્યા વિના આઉટ થઇ ગયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)